शिक्षा

नास्ति विद्यासमो बन्धुर्नास्ति विद्यासमः सुहृत्। नास्ति विद्यासमं वित्तं नास्ति विद्यासमं सुखम्॥
     
    શિક્ષા કહીએ કે વિદ્યા બન્ને શબ્દનો સમાનાર્થી એક જ થાય એ મૂલ્યવાન ભણતરની આશા કે જે સર્વશ્રેષ્ઠ જીવનરુપી ચાવી છે, શિક્ષણનું માધ્યમ શિક્ષકના પ્રતિસાદ રુપી મનોમંથનથી ઘડાય રહ્યુ છે...જેની પરિકલ્પના સુંદર ભાગ રુપે એક શિક્ષક જ્યોત સમાન વિદ્યાર્થી જીવનમાં સદૈવ પ્રજ્વલિત રહેતો હોય છે.

શિક્ષણજગતનાં મહત્તમ પ્રતિભાવરુપી પ્રતિસાદને ખીલવવા માટે સૌ પ્રથમ તો સમગ્રલક્ષી એક ઉત્તમ યોગ્યતાસહ શિક્ષક તત્વને પામવું, તથા એ શિક્ષક સ્વરૂપે ઘડાયેલ વ્યક્તિત્વને સન્માનવું તે છે સાચા અને મૂલ્યવાન ગુરુની પરખ. 

એક સામાન્ય વ્યક્તિના જીવનની સાચી શરૂઆત કંઈક આ પ્રમાણે થતી હોય છે:- ભણતર + ગણતર+ કેળવણી+ અનુભવ = ઘડતર. માણસના જીવનરુપી અસ્તિત્વની જો શ્રેષ્ઠતમ ચાવી હોય તો તે છે .....યોગ્ય વાતાવરણમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન , શિક્ષા અને કહેવાયું છે કે; શિક્ષણ આપનાર , ક્ષમતાવાન તથા કર્મશીલ વ્યાખ્યાયિત થયેલ જે પદ છે તે એક શિક્ષક છે અને જિંદગીનાં દરેક ક્ષણ પળમાં માનવીને અનેક રીતે સજાગ કરનાર સ્ફૂર્તિ એ છે શિક્ષા.


Comments

Popular posts from this blog

Lab Activitry (20th century )

Paper 103

Digital Well-being & Mental Health